ગઈ કાલ સુધી જે ફક્ત એક સુંદર સ્વપ્ન હતું
જે આજે હકીકત બની ગયું
ગઈ કાલના ઇતિહાસ માં લકીરની ભવ્ય લડાઈ હતી
જે આજે નસીબ માં બની ગયું
ગઈ કાલ સુધી થોડા જ સાથે હતા
આજે સહુ સાથે થઈ ગયા
ગઈ કાલ સુધી ‘તું’ હતો
આજે ‘તમે’ થઈ ગયો
ગઈ કાલ સુધી તુચ્છ હતો
આજે મૂલ્યવાન થઈ ગયો
ગઈ કાલ સુધી સંઘર્ષ ના અશ્રુ હતાં
આજે સંઘર્ષ ની ખુશી ના થઇ ગયા
પણ સાહેબ ગઈ કાલે પણ મેહનતી હતો
માનવતાવાદી હતો,ખુદ્દાર હતો
મહત્વાકાંક્ષી હતો, જિદ્દી હતો
થોડો પાગલ અને ના સમજ હતો
અને આજે પણ એ જ છું
પણ ખબર નહીં સાહેબ
આજે શી કારણે સઘળુ બદલાઈ ગયું !
માગણ
આજે થોડું મોડું થઈ ગયેલું એનાથી ઊઠવામાં! ટેન્ડર ખુલવાની તારીખ હતી આજ તો! ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને, સૂટ-બૂટ ઠઠાડીને, દોટ મૂકી...