કસૂંબો અહીં જુઓ આવકાર છે ,
પ્રેમનો આ ગામડે અલગ પ્રકાર છે.
ઓટલે અહીં અનુભવી સંવાદ છે,
ભીડના ઉકેલનો પછી રણકાર છે.
શોધવો દુષ્કર જણાતો હશે કદાચ,
પણ ઘરે ધરે માણસનો આકાર છે.
કોઇ નથી કોઇનું એવું જરાય નથી,
ગામડે તો એકબીજાની દરકાર છે.
માણી શકશો આવો કદી ગામડે તો,
માણસાઈની અનેરી અહીં બહાર છે