ચાલો, પોલીસ પોલીસ રમીએ
એવું આજે ચોર કહે છે,
માણસ માં તો અક્કલ ક્યાં છે
એવું આજે ઢોર કહે છે.
રોતાં ચ્હેરા ઉપર પ્હેર્યું
હસતાં ચ્હેરા વાળું મ્હોરું,
મારાં પીંછા ખેંચી પ્હેર્યા
એવું વનનો મોર કહે છે.
કડવી વાણી, ખોટાં ધંધા
ચોરી ગુંડાગર્દી કરવી,
ગુલાબ ઉખાડી અમને રોપ્યાં
એવું ઝેરી થોર કહે છે.
ભીડ બહુતો વધતી રહી છે
ઘર અને આ શેરીમાં પણ,
જંગલ કાપ્યાં ખૂટ્યાં લાકડા
. કબ્રસ્તાન માં ઘોર કહે છે.
ઘર હાલે કે ભાંગે એમાં
મારે શું છે લેવા દવા,
આ તરભાણું ભરોને મારું
એવું ગામનો ગોર કહે છે.
આભે ઊડવાં વિમાન લાવ્યા
‘ ગજબ ‘ ઝડપે ગાડી દોડી,
પ્હેરવાં પૂરતું લૂગડું ક્યાં છે
ખેડૂત પાલનહાર કહે છે.
વિનોદ વ્યાસ ‘ગજબ’