મને ક્યાં માત્ર જાંબુ જ યાદ આવે છે?
મને તો એ સાથે મને મારુ આખેઆખું બાળપણ યાદ આવે.
ઉનાળાની બપોરે સુતા હોય વડીલ
ને ત્યારે કેમ કરી ઘરથી છટકવું એ શાણપણ યાદ આવે.
ચોરી કરીને ખાવાની મજા પણ નોખી
અને નાના-મોટા અને કાચા પાકા જાંબુનું ગળપણ યાદ આવે.
નાદનીમાં લડાઈ ઝઘડો ઘણીવાર કરી લેતાં,
પણ વતન છોડ્યા બાદ એવાં જ મિત્રોનું વળગણ યાદ આવે.
દેખાડાની દુનિયાથી પરે હતાં આપણે,
આજનાં મતલબી સમયમાં એ નિર્દોષ ભોળપણ યાદ આવે.
મુક્તિ લાડ