એ સૌ સવાલો હવે કંટાળ્યા છે ,
જવાબો એ રસ્તા એના ભુલ્યા છે ,
મુંઝવણો ઓછી નથી ,
આંધીઓ અટકતી નથી ,
પ્રયત્ન મેં પૂરતા કર્યા છે .
પરિણામ કેમ તે મર્યાદિત રાખ્યા છે ?
હતી જ્યાં ત્યાં તું મને કેમ ફરી લઈને પહોંચી ?
ગૂંચવી મને આમ ફરીથી તું શું શીખવવા બેઠી ?
તે જ શીખવી મને જવાબદારી ની ભાષા ,
તે જ શીખવી મને સંઘર્ષ ના રસ્તે ચાલવાની કળા,
તે જ આપી મારા સપના ને ફરીથી ઉગવાની આશા ,
કહીં દે છે તને ચવાઈ ગયેલી ઍજિન્નરિંગ,
પણ મારે મન તો તું એટલે જીવન જીવવાની કલા .