જોઈએ છે…કોઈ મળે તો કે’જો…
માણસથી માણસને જોડે
એવો એક સેતુ બનાવવો છે…
નીકળતા અશ્રુને રોકવા
એક જળાશય બનાવવો છે…
સંબંધોમાં પડતી તીરાડોને
પુરવા કારીગર બનાવવો છે…
મગજની સંવેદનાઓ માપે એવા
યંત્રનો નિષ્ણાત બનાવવો છે…
માનવ શરીરમાં સ્ફુર્તિ ને ઉર્જા ભરે
એવો એક પંપ બનાવવો છે…
દુઃખના કિનારેથી સુખના સાગરે જાય
એવો ઓવરબ્રીજ બનાવવો છે…
સુખના ટેંડર ભરી શકે એવો
માર્કેટીંગ ઓફિસર બનાવવો છે…
આ બઘું સરસ રીતે પાર પાડી શકે
એના માટે સંચાલક બનાવવો છે…
ક્યાંક મળી જાય BE/DIPLO.IN HEART
ENGINEER… તો કે’જો…
જગદીશના આ “જગત”નો
તેને MD બનાવવો છે…..jn
જગત