ટાઢા રોટલાના ભૂકામાં દહીં,
ટાઢી લાપસીમાં દૂધ,
ટાઢી ખીચડીમાં દહીં કે છાશ,
કેરીના રસમાં ભાત,
થૂલી-કઢી,
તૂરિયાનું શાક અને કોરી રોટલી,
ખીચડી ને તીખારી,
જુવારનો રોટલો અને ઘરનું માખણ,
ઘી-ગોળમાં ચોળેલો બાજરાનો રોટલો,
ઘી-ગોળમાં ચોળેલો ભાત,
ઘઉંનો શીરો/રવાનો શીરો,
સુખડી,
ચૂરમાના લાડવા,
ખીર…
થેપલાં અને ગળ્યા પૂડલા
કાચાં લીલાં મરચાં….
ઘણુંઘણું બદલાયું છે-
જીવનમાં, સંસારમાં, સંબંધોમાં…,
બસ,નથી બદલાઈ ખાવા-પીવાની આ પસંદગી…
નાનપણથી આજ સુધી આ જ ભાવ્યું છે…
~ અરવિંદ બારોટ