ક્યાંક રસ્તે તું અને હું મળશું,
તે રસ્તા ની તલાશ આજે પણ છે
ક્યાંક સપને તું અને હું મળશું,
તે સપના ની તલાશ આજે પણ છે
તારી વાળની લટોમાં અટવાતા મારા ખયાલો
એ ખયાલો ની તલાશ આજે પણ છે
ક્યાંક ક્ષિતિજે તું અને હું મળશું
એ ક્ષિતિજોની તલાશ આજે પણ છે
કહેછે ‘પ્રેમ’ એ શાશ્વતછે
એ અઢી અક્ષરની તલાશ આજે પણ છે