( હર એક લેખક ની ભાવના )
કાલે બે પંક્તિ વિલાપ પર લખી અને મારા ચાર મિત્રો એ પૂછ્યું,
કે શું થયું છે તને ? કોઈ છોડીને ગયું ?
લેખક જે લખે એ જ એની જિંદગી નું સત્ય
એમ માનવું એ ભૂલ છે .
જે લખ્યું છે મે ..એ થયું નથી મારી સાથે .
અમે લેખક તો હસતા હસતા દુઃખ લખી નાખીએ
અને રોતા રોતા ખુશી ની વાત કહી નાખીએ
જેમ કલાકાર ના બે મોઢા છે એમ લેખક ના પણ ..
કલાકાર સ્ટેજ પર રડે છે ત્યારે તેને શાંત કરવા નથી જતા ને તમે ?
લેખક દુઃખ કે વિલાપ લખે તો કેમ તને શું થયું છે પૂછાય છે ?
“હું કલ્પના નાં ચશ્માં સાથે લઈને ફરું છું.
હું લેખક છું .
હું જીવન નાં હર એક રંગ પર લખું છું
હું મારા જીવન પર નથી લખતો”
જે લખ્યું છે મે… એ થયું નથી મારી સાથે
મારા વિચારો આ દુનિયા ને જોઇને આવ્યા છે.
દુનિયા એ જ તો મને શીખવાડ્યું છે હર એક ભાવના રૂપી રંગ ને અલગ જ નજર થી જોઇને એને શબ્દો નું રૂપ આપવાનું .
મે તો માત્ર લખ્યું છે. એ થયું હશે કોઈ સાથે કે થવાનું હશે .
જે લખ્યું છે મે … એ થયું નથી મારી સાથે ..