દીકરી એટલે…
સ્વીટ હોમનું ઝળહળતું અજવાળું
સોળે કળા એ મોહરેલું ગુલાબનું ફુલ!
દીકરી એટલે…
સ્વભાવ,રંગ રૂપે આપણી જ પ્રતિકૃતિ
હોંશ,હરખ,તરવરાટની ઉમડતી નદી!
દીકરી એટલે…
ભાવના,સમજણનો ભારોભાર ભંડાર
દીકરા સમોવડી અને એથી ય અદકેર!
દીકરી એટલે…
બે કુળ જ નહીં,બે જનમ તારતી
ઘડપણે આપણી મા થઈ જતી!
દીકરી એટલે…
અંતરનાં ઉજાસનો નર્યો શ્વાસ
સ્થાન ન કોઈનું એની આસપાસ!
દીકરી એટલે…
જીવન રણની મીઠી વીરડી
હૃદય ધબકારની જીવંત નાડી!
✒️ ડો. રાજેશ્રી