કોણે કીધું દીકરી છે સાપનો ભારો,
પણ દીકરી તો છે પિતાની આંખોનો તારો,
દીકરી વિનાનો દુનિયાનો સ્વાદ છે ખારો,
દીકરી બનાવે છે જગતને પ્યારો,
બાળપણમાં બની કોઈની બેન,
ગઈ ભણવા લઈ પાટી ને પેન,
ભણી ગણીને મોટી થઈ ,
મર્યાદા લઈ સાસરિયે ગઈ,
સાસરિયામાં સગપણ વધ્યા,
કોઈની પત્ની, કોઈની ભાભી ને કોઈના ઘરની વહુ ના સંબંધો બાંધ્યા,
દીકરો આવે ત્યારે પેંડા વેચાય,
દીકરી તો સાક્ષાત્ લક્ષ્મી કહેવાય,
દીકરી દીકરી બનીને પિતાના ઘરને તારે
તો વહુ બનીને પતિના ઘરને ઉગારે,
દીકરી ફૂલ બનીને ઘરને મહેકાવે,
લક્ષ્મી બનીને પતિના ઘરને ખુશીઓથી છલકાવે,
મને તો આનંદ છે એ વાત નો ,
કારણ કે મને મળ્યો દીકરીનો જન્મારો,
કારણ કે ,
“દીકરી નથી સાપનો ભારો દીકરી તો છે તુલસી નો ક્યારો.”
તૃપ્તિ પંડ્યા