હવે મારે દોડવું નથી
હવે પગમાં એટલુ જોર પણ ક્યાં છે!
એ દોડ તો દોડ હતી
બહુ દોડ લગાવી
કમાણી પાછળ
પછી કમાણીથી મળેલા નાણાથી
વસ્તુઓ અને સુખ સગવડો ખરીદી
મનથી સુખ માનવામાં
અરધે રસ્તે પહોંચ્યા ત્યાં
હાંફી જવાયું
અડધું અશક્તિ અને અડધું બીમારીથી.
ખરચી નાખેલી જીંદગી
પાછલી અવસ્થાએ પાછી મેળવવામાં.
હવે ચાહુ તો પણ ક્યાં દોડાય એમ છે?
જોકે હવે સમજાય છે દોડની વ્યર્થતા! અને નર્થ.
આ દોડ જ રાખે છે દોડતા માનવીને.
આ ભૌતિકવાદ અને સગવડની સુખેચ્છાની દોડ
હંફાવે છે હરાવે છે હરેરાવે છે હણહણાટ કરતા હય સમા માનવને.
– રસિક દવે.