લાખો મળે છે દિલ દુનિયામાં
પણ એક જેવું સરખું બીજું ક્યાંય નથી મળતું.
કેવી છે જિંદગીની વિષમતા
અઢળક ચાંદ તારાઓ રાખીને પણ
ક્યાંય આભ નથી મળતું.
એક વાત જોઈ પ્રેમમાં,
ઓછું–વધતું તો ફનાં થાવું જ પડે છે
એમ જ કોઈ તાબળતોબ નથી મળતું.
આ સ્વાર્થની છે દુનિયા દોસ્ત
હવે અહીં કોઈ બેધડક નથી મળતું.
આંખો પણ રાખે છે કેવો હિસાબ ચોખ્ખો
ત્યાં ય કોઈ સ્વપ્નું ઉછીનું નથી મળતું.
મૃગજળથી મન ભરે છે એ અફાટ રણ
તપવા છતાં પણ ત્યાં કદિ ઝરણું નથી મળતું.
કેટલું યે ગોત્યું અંદર–બહાર દિલ ની
તો પણ તને તારું નથી મળતું
ને મને મારું નથી મળતું.