હે !
યુવાન ,તું….
એમ કરૂ તો…
તેમ થાય ને,
તેમ કરૂ તો
આમ થાય..
એવા ખોટ્ટે ખોટ્ટા તરંગી
વિચારોમાં
પગ પર પગ ચઢાવી
કે
લમણે હાથ મૂકી
ક્યાં સુધી સમય બરબાદ
કરીશ ?
ઉઠ…
તારી પાસે બધુ જ છે
કહી દે
હાથ અને હૈયાને
ચાલ નીકળી પડીએ
ઇરાદો સ્પષ્ટ કરીએ
નિષ્ક્રિયતાને નષ્ટ કરીએ
– દિનેશ નાયક “અક્ષર”