ચોમાસે થાય વરસાદ એ પહેલાં મળી જા,
હું કરું તને ફરિયાદ એ પહેલાં મળી જા,
પીવો હોય પ્યાલો જો મારા પ્રેમામૃત તણો,
તો મૃગજળ બનું એ પહેલાં મળી જા,
તારા સ્પર્શ માત્રથી હું ખીલી જઈશ,
મારો જીવનબાગ સુકાય એ પહેલાં મળી જા,
શિયાળો તો હવે ઠંડોગાર થયો આ,
યાદોનું તાપમાન શૂન્ય થાય એ પહેલાં મળી જા,
ઘણું ઓછું અંતર છે બે દિલની વચ્ચે,
એ અંતર વધી જાય થાય એ પહેલાં મળી જા,
ઈચ્છા છે કે મીઠી મુલાકાત દિવસે થાય,
નભે સૂર્ય અસ્ત થાય એ પહેલાં મળી જા,
કોઈ તારીખ, તિથિ કે આગમનના વાવડ ઓચિંતા આપજે,
“અંકિતા”ના મૃત્યુના સમાચાર ફેલાય એ પહેલાં મળી જા.
અંકિતા મુલાણી