પૈસા આજે કઈક કહેવા માંગે છે,
એના સ્થાન વિશે વિચાર કર્યો કે ક્યાં રહેવા માંગે છે,
લોકોની યોગ્યતાની કસોટીથી ઠરવા માંગે છે,
જીવન પણ મારા થકી સુધરવા માંગે છે,
અને આ જીવન જે મારી અતિશયોક્તિથી પડવા માંડે છે,
ભેદભાવ મારાથી જ અને ભાગલા પણ પડવા માંડે છે,
મૃત્યુ સુધીની દોલત હું અને મૃત્યુ પછી કર્મોના હિસાબ માંગે છે,
પૈસા આજે આ જ વાત કહેવા માંગે છે.