જ્યારે હું પોતાને બીજા સાથે સરખાવું છું,
ઘણી વાર એક નાનપ મહેસુસ કરું છું.
પોતાની ગુણવંતા ઓછી લાગવા લાગે,
જીવનમાં ખામીઓ ખૂબ દેખાવા લાગે .
વિફલતા અને નિરાશા સાથીદાર બને,
મનમાં ઘર કરી, હૃદયમાં ખૂંચતા રહે.
પણ તું એવું વિચારે જ શા માટે શમાં?
બધાની જુદી હોય છે પ્રતિભા અને જુદી ગરિમા.
મહત્વનું નથી કે બીજા કરતા તું કેટલી હોશિયાર,
બધા ફક્ત જોશે તારી નમ્રતા અને તારો વહેવાર.
પોતાની નિપુણતા કેમ વાપરે છે, તેનું રાખજે ધ્યાન,
એજ આગળ જતા, વધારશે તારું માન-સન્માન.
શમીમ મર્ચન્ટ