પ્રેમની પરિભાષા શું કહે છે ?
સાત દિવસનો સંગ સાત જન્મો સુધી રહે છે,
પ્રેમની પરિભાષા શું કહે છે ?
ખુશીઓમાં ક્યારેય ખોટ ન આવે,
અને આનંદમાં ક્યારેય ઓટ ન આવે.
ગુલાબની જેમ મઘમઘતું જીવન રહે છે,
પોતાના અહમને બાજુ પર મૂકીને
લાગણીની અભિવ્યક્તિ થતી રહે છે,
પ્રેમની પરિભાષા શું કહે છે ?
ચોકલેટની જેમ સ્વાદિષ્ટ બને જીવન,
અને જિંદગી સુખની ક્ષણો મમળાવતી રહે છે.
મારા સુખમાં તું આગળ ને
તારા દુઃખમાં હું આગળ,
અહીં તો ફાયદા વગરના વાયદા થતાં રહે છે,
પ્રેમની પરિભાષા શું કહે છે ?
કુમળી લાગણીઓના આધારે હૃદયથી હૃદય જોડાય,
ત્યારે નિસ્વાર્થ સ્નેહની વર્ષા થતી રહે છે.
ઈશ્વર પાસે કરેલી સાધના દ્વારા આશીર્વાદમાં મળેલાં ઈશ્વર સાથે,
સુખનો સરવાળો અને દુઃખની બાદબાકી થતી રહે છે.
પ્રેમની પરિભાષા આ જ તો કહે છે ?
તૃપ્તિ પંડ્યા