બે અજાણ્યા વ્યક્તિ હતા આપણે બન્ને
આજે એક બીજા થી કંઈ પણ અજાણ નથી રહ્યું.
કહી દે આ ચાંદ ને થોડું ઓછું ચમકે,
તારા આવવાથી હવે એ ચાંદનીમાં અજવાળું નથી રહ્યું.
પરોવાયા એકમેક સાથે મોતી ની જેમ,
અડઘા રહેવાથી હવે કેમ જીવવાય હેમ ખેમ ?
તારા ના હોવાથી ભીડ પડે છે આ જીવનને
તારા હોવાથી હું ખુદ ને તુજ માં જીવું છું
માંગુ સલામતી અને આયુષ્ય આજે મારા સુહાગનું,
યાચના બસ એટલી જ એ રહે સદાય હરખાતું.