આમ તો કોઈ ફરિયાદ નથી જીંદગી
પણ છેલ્લે ક્યારે મન થી હસ્યા એ યાદ નથી ,
ખબર નથી કે શું જરૂર હતી
પણ હા , મુખ પરનું હાસ્ય એ રીત હતી,
નીકળ્યા આ જીંદગી જોવા
ભૂલ્યા બધા સ્મિત અને એ બાળપણની હવા,
કરતા આ માટી વાળા કપડાં સાફ
જીંદગી બની આ કેમિકલથી રાખ ,
વરસાદ માં નહાતા મસ્ત મગન
ભરાઈ ગયા આંખો માં ક્યારની આ અગન,
કાતર હતી મંદિર માં દર્શન ટાણે
યાદ છે આજે પણ એ પરીવારની હસતી ક્ષણે ,
હતી એ મજાની સોનેરી ઘડી
જ્યારે મને જીવન ની કિંમત ખબર પડી .