ઢળતી આ સાંજના દિવસો ફરી ક્યાંથી લાઉં?
દોસ્તો સાથે વિતાવેલા દિવસો ફરી ક્યાંથી લાઉં?
એકાંત વિતે છે હવે, આ જીવન પણ,
સાંજે ભરાતી દોસ્તોની મહેફિલ ફરી ક્યાંથી લાઉં?
એકબીજાથી અલગ થઈ ગયાં સૌ મિત્રો,
હવે, ભેગા થાય એવા દિવસો ફરી ક્યાંથી લાઉં?
આમ ભલે રહે એકબીજાથી દૂર દૂર દુનિયામાં,
પરંતું; સાથે “ચા” સાંજે પીતા દિવસો ફરી ક્યાંથી લાઉં?
મિત્રો સાથે મસ્તી ભરેલાં દિવસો યાદ આવે,
સૌ મળે, મસ્તી કરે એવા દિવસો ફરી ક્યાંથી લાઉં?
અજય ગૌસ્વામી “અર્શ”