ઘણા વર્ષોની સવારી..
સમય ને જાણે પાંખ લાગી,
અઘરું તો નતું પણ હતું થોડુંક ભારી,
બસ તમારી યાદ બવ આવી,
કાંઈક જુદી જ હોત આ મુસાફરી,
જો મળી હોત તમારી યારી,
જીવન ની પરીક્ષા કોરી તો ન રહી,
બસ એક ખાલીજગ્યા ક્યારેય ન પુરાણી,
એવું નથી કે 1st ક્લાસ ન આવી,
બસ પ્રથમ ની બાજી ન મરાણી,
અફસોસ તો કરતી જ નથી,
કેમકે જીંદગી તો સરસ જીવાણી,
પણ તમારી યાદ બહુ આવી,
બસ તમારી યાદ બહુ આવી…
ટાઢા રોટલાના ભૂકામાં દહીં
ટાઢા રોટલાના ભૂકામાં દહીં, ટાઢી લાપસીમાં દૂધ, ટાઢી ખીચડીમાં દહીં કે છાશ, કેરીના રસમાં ભાત, થૂલી-કઢી, તૂરિયાનું શાક અને કોરી...