ઢળતી સાંજ સાથે બેચેન મન પણ એ ગલીઓમાં દોડવા લાગ્યું,
જ્યાં મે મારું નિખાલસ અને મસ્તીભર્યું બાળપણ વિતાવ્યું.
ના કોઈ મોટા સપના કે ના કોઈ પૈસાની ખોજ,
બસ હંમેશા કરતા મસ્તી અને લૂંટતા જિંદગીની મોજ.
ક્યારેક સંતાકુકડી, સતોલિયા કે ગિલ્લિદંડો રમતાં,
તો ક્યારેક નિશાળના બહાને મિત્રો સાથે ખેતરો માં ફરતાં,
ક્યારેક ધૂળ-માટી તો ક્યારેક ખાબોચિયા માં પગ નાખતાં,
પણ,લોકો શું કહેશે? એ બધી વાત થી ક્યારેય ના ડરતા.
દાદા ની સાયકલ પાછળ ફરતાં દિવસે ગામની પાદર,
અને રાતે આવે મીઠી નીંદર જ્યારે ઓઢાડે બા પ્રેમની ચાદર.
સમય સાથે બની ગયો જિંદગી નો ખાસ હિસ્સો મારું આ બાળપણ,
જેને આજે પણ યાદ કરતા ખુશી થી છલકાય હૃદય અને ભીંજાય આંખોની આ પાંપણ.
ઋષિલ પટેલ