મને બેદાગ, શાશ્વત રંગ બનવું ગમે,
જે શ્વાસ ઘરમાં રોકાયા એને બહાર આવીને ભરવા ગમે,
મને રમઝટ બનીને ગરબે ઘૂમવું ગમે,
જે ધડકન છે મારા હૃદયની એવું સહજ બનવું ગમે,
મને મીઠા સ્વરની જેમ રણકવું ગમે,
જે છલકાયા છે આંસુ એવું ગંભીર બનવું ગમે,
મને ક્યારેક બેરંગ પણ બનવું ગમે,
જે ફૂલ એકાંતમાં ઉગે છે એવું શાંત બનવું ગમે.
માગણ
આજે થોડું મોડું થઈ ગયેલું એનાથી ઊઠવામાં! ટેન્ડર ખુલવાની તારીખ હતી આજ તો! ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને, સૂટ-બૂટ ઠઠાડીને, દોટ મૂકી...