સતત ધબકે તારું હૃદય અને તારામાં શ્વસે મારો પડછાયો,
સતત મૌન રહે તારા શબ્દો અને
તારા મુખે ગુંજે મારો પડછાયો.
આખું આયખું એકલતાના કઠોળ અનુભવમાં તને સાથ પુરાવે મારો પડછાયો.
તારા મુખે મારું નામ સાંભળું અને થનગની ઊઠે મારો પડછાયો.
વિરહની સાંકળ ઘણી લાંબી છે,
છતાંય તને હંમેશ મારાથી જોડી રાખે મારો પડછાયો.
તરસ્યાને વહાલો જેવો પાણીનો પ્યાલો
એવી જ રીતે હંમેશા તારી તરસ બૂજાવતો મારો પડછાયો.
તું કહે કે ના કહે તારા અંત શ્વાસ સુધી સાથ આપે એવો મારો પડછાયો.