શું લખું ને શું ના લખું તેની વચ્ચે
મારું મન મૂંઝવણ અનુભવે.
શું વાંચું અને શું ના વાંચું તેની વચ્ચે
મારું મન મૂંઝવણ અનુભવે.
વાંચનાર તો વાંચે છે તેની રીતે પણ
લખનાર તો તેનું દુઃખ અભિવ્યક્ત કરે છે,
બસ આ અભિવ્યક્તિ જ કેવી રીતે કરું
તેની વચ્ચે મારું મન મૂંઝવણ અનુભવે.
એમ થાય કોઈ ની લાગણી ને
સમજુ પણ કોઈ લાગણીવિહીન
નીકળે તો શું કરું.બસ
તે માંજ મારું મન મૂંઝવણ અનુભવે.
હિરેન જેઠવા