સતત મૌન રહેવાયું તારી હાજરીમાં
તારી ગેરહાજરી માં તારી સાથે ભાગવત કરું છું.
મારું હાસ્ય જોઈ તું વિચલિત થાય છે,
તારી ગેરહાજરીમાં તને મારી સાથે રાખી રડું છું.
દરેક પળ સાથે હોવા છતાં ક્યાંક તારી ખોટ વર્તાઈ
તારી ગેરહાજરી માં તારો સાથ શોધું છું.
તરસું છું આજે પણ માણવા દરેક પળ તારી સાથે,
એટલે જ તારી ગેરહાજરીમાં તને બાથ ભીડી ને રડું છું.
હાથ પકડીને સાથે ચાલતો હતો તું મારા પડછાયા ની જેમ,
આજે અમાસ ની રાત્રે તારો સાથ શોધું છું.
કહેવાયું નહિ જે કહેવું હતું તને,
ગયા પછી તારા, હું તો ભાગવત વાચી દઉં છું.
ભક્તિ ભાવ અને પ્રાર્થના નથી આવડતી મને,
હું તો ઈશ્વર સ્વરૂપે તારા દર્શન યાચું છું.
વાસંતી ફૂલો ની જેમ મહેકું છું ઓહ ! કૃષ્ણ,
પાનખર ની હાજરીમાં પણ વસંત અનુભવું છું.
છે તારી હાજરી મારા દરેક શ્વાસમાં
એ શ્વાસ ની ગેરહાજરી માં (મરણ પથારી એ) પણ તને ચાહુ છું.
સતત મૌન રહેવાયું તારી હાજરી માં
તારી ગેરહાજરી માં તારી સાથે ભાગવત કરું છું.