છે પ્રતીક્ષા અને ઝરૂખે દીવા…
ક્યારેક તો ઉકેલાશે…
માનવ સ્વભાવ ની આટી ઘૂંટી અને
માનવ સબંધો ના તાણા વાણા અહીંજ
આ માનવી ની ભવાઈ માં…
ફેલાશે…
ચરિત્ર સૌરભ પારિજાત ના ફૂલો ની પણ,
આ ગુલાબો ની વચ્ચે
મળશે…
સમુંદર ના મોતી કોઈ સમય દ્વીપ ના કિનારે…
લઈ આવશે મારા આ શબ્દો જ સમીપ
સફરના સાથી ને…તને…
અને જો આમ નહિ બને તોવિચાર્યું છે…
કે પછી બાંધિશ હું તારી વાણી ને તીર…
મારા ચિર “મૌન”ની કુટીર.