તે દીધેલું સ્વપ્ન લઈ લઉં છું,
બંધ આંખે લાગણી લઈ લઉં છું.
તું વર્ષે ઝરમર ઝરમર,
હું અનરાધાર વહી જઉં છું.
મંઝિલે પહોંચવા ક્યાં જરૂર કાફલાની,
બસ એકલા હૈયે હામ ભરી લઉં છું.
ઘેરાવા લાગે યાદોના વાદળો,
બસ રસ્તો અલગ લઈ લઉં છું.
વમળો ઉઠેછે શાંત મનમાં,
ત્યારે કાગળ ને કલમ લઈ લઉં છું.
થાય ખુશી કોઈને મારા થકી,
દર્દ કોઈ ઉછીનું લઈ લઉં છું.