આ વરસાદી વાછટની સાથે
શરૂ થઈ છે યાદો ની વણઝાર.
આપણી એ પહેલી મુલાકાત
અને અચાનક આવી ચડેલો વરસાદ.
ભીંજાયા હતા આપણે બન્ને તરબોળ,
વરસાદમાં અને લાગણીઓમાં.
વરસાદથી ભીંજાવા કરતાં,
તારી નજરથી ભીંજાવું
મને વધારે ગમ્યું હતું.
ત્યારે તો નજર ઉઠાવી ન શકી પણ
આજે એ પળ ને ફરી ઝંખુ઼ છું.