લાગણીઓના દબાણે મનસાગરમાં ઉદ્દભવેલું,
વિચારોનું વાવાઝોડું…..
મનમાં સમાવેલી વિડંબણાઓના મોજા આંખોના કિનારે ઉછાળતું,
વિચારોનું વાવાઝોડું…..
ચિંતાના પવનોથી મુખ પરના સ્મિતને ધ્વસ્ત કરતું,
વિચારોનું વાવાઝોડું…..
સંસારરૂપી નભમાં આક્રોશની ડમરીઓ ઉડાંળતું,
વિચારોનું વાવાઝોડું…..
શાંતિની શોધમાં વાયુવેગે ડગલાં માંડતું ,
વિચારોનું વાવાઝોડું……