પ્રેમમાં નાં હોય મારું કે તારું,
એમાં તો બસ હોય આપણું.
પ્રેમમાં ના હોય લેવડદેવડ,
એમાં તો સાચવવાની હોય સગવડ.
પ્રેમમાં હોય મીઠાં રીસામણા,
પણ આખરે મનાવી લે જે હોય પોતાના.
પ્રેમમાં ન થાય કયારેય કમી,
એકવાર જે વ્યક્તિ ગમી તે ગમી.
ભલે ને ના મળે જિંદગીભર માટે એનો હાથ,
પણ મનની લાગણી તો રહેશે હમેશા સાથ.