સમય – પોતાની મરજી નો માલિક
ઘણો જ અદ્ભુત અને રસિક
એક બાળકની જેમ જીદ્દી અને હઠીલો
ન કોઈના કહેવામાં, ન કોઈની શરમ માં
પોતાની લયમાં મગ્ન રહેતો મન મોજીલો
ન એને રોકી શકાય, ન અને ટોકી શકાય
રાજા હોય કે રંક, એને સર્વ એક જ દેખાય
આપણી ગતિ કદાચ ઉપર નીચે થાય
પણ એની ગતિ ક્યારે ન બદલાય.
આપણે સુખમાં હોઈએ તો
સમય આપડી સાથે આંખ મિચોલી રમતો થાય
પલક ઝપક્તા દોડી જાય
દુઃખના દિવસોમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી
હઠીલો, ડગલું પણ ના ખસતો થાય
મનુષ્યના સ્વભાવ મુજબ
આપણું ધૈર્ય ઘણી વાર સરકી જાય
ઉતાવળા જીવે, રાહ ન જોવાય
પણ સમય ની સામે કોની ચાલી છે?
એને ક્યારે માત ન અપાય.
સમય પોતાનું કામ સમય થી જ કરશે
ધીરજ ધરો, સમય સાથે ચાલો
સમય ને માન આપો
સમય ને પણ…….. સમય આપો.