હું બોલીશ નહિ તો તું વાત કોની સાથે કરીશ?
સાચું કહેજે! તું વાત કર્યા વગર રહી શકીશ?
હું કહીશ નહિ તો તું ઝઘડો કોની સાથે કરીશ?
સાચું કહેજે! તું ઝઘડો કર્યા વગર રહી શકીશ?
હું ચાહીશ નહિ તો તું પ્રેમ કોની સાથે કરીશ?
સાચું કહેજે! તું પ્રેમ કર્યા વગર રહી શકીશ?
હું રહીશ નહિ તો તું વાયદો કોની સાથે કરીશ?
સાચું કહેજે! તું વાયદો કર્યા વગર રહી શકીશ?
હું જીવીશ નહીં તો તું ગુજારો કોની સાથે કરીશ?
સાચું કહેજે! તું ગુજારો કર્યા વગર રહી શકીશ?