સૂકા પાંદડાં કહે છે કૂંપળ ને
અનુભવ નો મહિમા અપાર છે
શીખ્યું નરસું જ્ઞાન બનશે
સહાર બીજાને ચક્રવ્યૂહમાં ઘુમશે,
સૂકા પાંદડાં કહે છે …
નિજ થી રસ્તે પ્રકાશ પાથર
મંજિલની સાચી દિશા ધર
સૂકા પાંદડાં કહે છે …
ધરતી તણી માંના આશીર્વાદ ને સાર્થક કર,
જીવશે ઘણું સમયને સથવારે કર
સૂકા પાંદડાં કહે છે …
આવશે એક દિન સંદેશો સ્વર્ગથી
ત્યારે જીવવાનો કોઈ રસ્તો નથી
સૂકા પાંદડાં કહે છે …