“હું જ તો તિરંગો છું…”
હું જ તો સાહસ ને શૌર્યતાનું પ્રતિક છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો શાંતિ ને શુધ્ધતાનું સુચક છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો હરિયાલી ને સ્નેહ નો ઉદઘોષક છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો શ્રેષ્ઠતમ ન્યાય પ્રતિક છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો હિમાલય રૂપી અભેધ્ય ચટ્ટાન છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો સહિષ્ણુતા નો અનુપમ સિધ્ધાંત છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો આવામી ચરિત્ર નો આરા દર્શક છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો પાગલો નો ઈંન્કલાબી નારો છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો ગૌરવાન્વિત શહિદી નું કફન છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો શહિદી ની અમર દાસ્તાન છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો વિશ્વગુરૂ રૂપી પ્રથમ તે પહેચાન છું,
હું જ તો તિરંગો છું…
હું જ તો હિન્દ કેરી આન..બાન..શાન.. છું…
એ પાગલ….
હું જ તો તિરંગો છું…
હું જ તો તિરંગો છું…
હું જ તો તિરંગો છું…
” પાગલ ”
(Kedariya Avinash bhai p)