વીસ વીસ સંભળાય ચીસ
પ્લીઝ પ્લીઝ રોજ થાય રીસ
કાળ કોપથી કપાય રોજ
ખોજ બોજથી વધે જ ટીસ
સાથ આપતું નથી જ કોઈ
દાંત ભીંસતા લડે બત્રીસ
આવનાર જાય તોય લ્હાય
ક્યાંય સૂઝતી નથી જ દઈશ
ઓળખાણ બાખડે ધરાર
યાદ આવતો ધરાર ઈશ
જાગતાં છતાંય ના જગાય
પામતાં નવી નવી જ ભીંસ
કેમ કાળ થી તરી શકાય?
કોકિલા નમાવતી જ શીશ.