શું??
દસ્તાવેજી પોતાપણું
શું!
પોતાનાં બનાવી શકે?..
ઝંખનાં હૃદયની
શું!
ઝાંઝવા તૃપ્ત કરી શકે?
સ્વાર્થી સ્પર્શ
શું!
રુહ સુધી પહોંચી શકે?
શંકાથી બીડાયેલી આંખો
શું!
પ્રેમનું ક્ષેત્રફળ વધારી શકે?
લાગણીનાં પ્રવાહને રોકવાની મુર્ખતા
શું!
ખુદ સુધી પહોંચાડી શકે?
જે ખુદને નથી સમજી શકતો
શું! એ
ઈશ્વરીય તત્વોને સમજી શકે?
કાજલ કાંજિયા “ફિઝા”