તું બાળક જેવો છે.
એકદમ મિઠ્ઠો,
ન સમજાતી વાતોને તું કેટલી સહજતાથી કહીં દે છે.
“મારા માટે આ અઘરું છે”
હું સમજુ છું તને,
તારી મુંઝવણને પણ,
બસ
તારી પજવણી કરવાનું મન થઇ જાય છે ક્યારેક,
હું એ જાણું છું તારા માટે ઘણું અઘરું થઈ જાય છે,
મને સમજવી અઘરી છે,
મને તારી અંદર ગોઠવવી અઘરી છે,
પણ
તું તો સરળ છે ને!
બસ
હું પ્રવેશી જઈશ તારી અંદર,
જેમ સૂર્યનું પ્રથમ કિરણ તારામાં
પ્રવેશે એમ,
બોલ
આપીશ મંજૂરી ??
~ અલ્પા જોષી.