વર્ષ નવું છે લોકો જૂના છે,
ભલે પહેર્યા બધાએ અહિંયા નવા નવા કપડાં,
પરંતુ…..
દૃષ્ટિકોણ એ જ છે.
તારે આકાશમાં ઉડવું છે ને દીકરી ?
તો ઊડ!
પીછો કરશે ઘણાં તારો,
તારી છેડતી પણ કરશે !
પણ તું….
ડરતી નહિ!
યાદ કરજો ચારણ કન્યાને,
યાદ કરજો મહિષાસુર મર્દીનીને..
તું પણ એમાંની એક જ છે.
નિર્ભય બની,
તારી જિંદગીની સફર શરૂ કર!
આજ મુર્હત સારું છે…
શુભ કામમાં દેરી શેની ?
જેમ જેમ અનુભવ થશે એમ એમ તું પરિપક્વ બનતી જઈશ.
ભર ડગ !
પિતાનાં શબ્દો સાંભળી દીકરી ઉડવા લાગી આકાશમાં…
એને ઉડવું જ હતું
બસ
જરૂર હતી એને આ જ શબ્દોની…
હૂંફની….
પ્રેમની
આત્મવિશ્વાસની…..
તૃપ્તિ ત્રિવેદી ‘તૃપ્ત’