અહમ ઇચ્છામિ દુક્કડમ…
કર વેરનું વિસર્જન, અહમ ઇચ્છામિ દુક્કડમ,
કરતી કબુલ સમર્થન, અહમ ઇચ્છામિ દુક્કડમ
આ મન વચન ને કાયા, પરોક્ષી હો કે પ્રત્યક્ષી,
મસ્તક ઝુકાવી અર્ચન અહમ ઇચ્છામિ દુક્કડમ
કઇ જાણતા અજાણ્યે, કરી હો ભૂલ કર્મોની,
એ કર્મનું સમર્પણ ,અહમ મિચ્છામિ દુક્કડમ
થઈ જાતથી સમર્પિત, અહંકારો મુકી ચરણે
કર પ્રેમનું તું સર્જન,અહમ ઇચ્છામિ દુક્કડમ
‘કર માફ’ તું બધાને, મહાવીરસ્ય ભૂષણમ્,
છે પુણ્યનું એ વર્ધન, અહમ મિચ્છામિ દુક્કડમ
પૂર્ણિમા શાહ/ ભટ્ટ ‘તૃષા’