દીવાની ના વાત કરો, એનું કામ હતું સળગવું…
કરો નક્કી તમે કે, હવે બળવું કે ઝળહળવું…
દૂર રહીને જુઓ કેટલી નજદીકી આવી ગઈ છે,
શું પાસે રહીને આટલું અઘરું હતું આ મળવું…
સુખ અને દુઃખ ના બે પથ્થરોની વચ્ચે “વીજ”
ચાલો શીખીયે કેવી રીતે જીવનપળને દળવુ …
વિઝન રાવલ – “વિજ”