બસ અમે ત્યાથી જ વ્હેંચાઈ ગયા,
કાંચ શા સંબંધ તરડાઈ ગયા.
ઘરની જ્યાં મીઠી સુગંધ જોવા મળી,
ત્યાં કદમ , હે દોસ્ત, રોકાઈ ગયા.
જાતના કીડા મગજના યંત્રમાં,
આવવાથી પ્રશ્નો ઠેલાઈ ગયા.
અમ સરળતાથી ગઝલ દ્વારા મળ્યા,
પૂછ કોને કોને સમજાઈ ગયા.
જે કદી તૂટી શકે ના કાળજા,
“વાહ”ના સિક્કાથી વેચાઈ ગયા.
ત્યાં ખુશીનું પર્વ ચગડોળે ચડ્યું,
ચંદ્ર જેવા આપ દેખાઈ ગયા.
સિદ્દીક ભરૂચી