મન તુ જ્યાં ને ત્યાં ફરવાનું રે, બંધ કરી દે…
ખોટી લપમા તું ઠરવાનું રે, બંધ કરી દે…
કપિ માફક કુદકા મારે, એ તો વણ વિચારે,
નવ જાવામાં પહેલુ પધારે રે, બંધ કરી દે…
એ સળગાવે ચિનગારી, પછી આગ મોટી થનારી,
માયાની મગજ મારી રે, બંધ કરી દે…
ઈચ્છાની ધારા ન અટકે, એની કમાન ક્યારેય છટકે,
તને ઉંચે લઈ નીચે પટકે રે, બંધ કરી દે…
“યુવા કવિ”એ દસ્તક નાંખી, દઈ દે એક “પુનિત” ઝાંખી,
એની પહેલા આંખો દઉં વાખી રે, બંધ કરી દે…
– સંત શ્રી પુનિત કૃપાથી.
“યુવા કવિ” મિરલ પટેલ