હે મા ચામુંડા તારો મહિમા અપરંપાર ભણું..
હું માનવ જૂઠ્ઠો તારો મહિમા સારા સાર ભણું..
તું સૃષ્ટિ ની તારણ હાર બની સૌને તારે જગતે…
જાણું હું જાગી તારો મહિમા સારા સાર ભણું…
તારા દર્શને આવું ભાવ ધરી જાણી લે મુજને…
તું સાંભળતી એ તારો મહિમા સારા સાર ભણું..
મા તું જગ જનની ચાહું તુજને શ્વાસે શ્વાસે… હું..
સૌમાં પૂજાતી તારો મહિમા સારા સાર ભણું.
હું શ્વસતી મા તારી ઓળખ ધારી માનવ પનમાં…
તું જીવાડે મુજને તારો મહિમા સારા સાર ભણું..
હે મા ચામુંડા તારો મહિમા અપરંપાર ભણું…
હું માનવ જૂઠ્ઠો તારો મહિમા સારા સાર ભણું…