છું પૂર્ણિમા હૂં,ચંદ્રમુખી શીદને કહો ?
છું ગર્વિતા હુ, ચંદ્રમુખી શીદને કહો ?
લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હુ, ચંદ્રમુખી શીદને કહો ?
પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હુ, ચંદ્રમુખી શીદને કહો ?
ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હુ, ચંદ્રમુખી શીદને કહો ?
” તૃષા ” નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હુ, ચંદ્રમુખી શીદને કહો ?
પૂર્ણિમા ભટ્ટ ” તૃષા “