દિલથી દિલમાં આવો સારથિ
દિલથી દિલમાં આવો સારથિ ,
ને ગીતા સંભળાવો સારથિ .
ભીંત બની ઊભી છે ઇચ્છા,
બસ સુદર્શંન ચલાવો સારથિ.
બેઠો છું, કર્મો ના રથ ઉપર ;
પ્રેમ ધજા ફરકાવો સારથિ .
ચાલુ છું ચીંધેલા માર્ગ પર ,
હોઠ હવે મલકાવો સારથિ .
જાણે છે ‘જલ’ હું બ્રહ્મ છું ,
ના લાંબુ સમજાવો સારથિ .
કવિ જલરૂપ