તારું ના હોવું ઍટલે!!
હું મૃત્યુંની કલ્પનાને કાગળ પર
બહુ જ અર્થપૂર્ણ ઉતારી શકું છું
જાણે કોઇ મૃત કવિનો આત્મા
કાગળ પર કવિતા ઉતારતો હોય.
જેં વાંચનારા અને ભાવકો બંનેને
સહજ રીતે મૃત્યુંનો અહેસાસ કરાવી શકે છે.
તારું ના હોવું ઍટલૅ!!
હવાને એવું બતાવવા માંગું છું કે
હું હવામાંથી પ્રાણવાયુંનો ઉપયોગ કરીને
જીવી રહ્યો છું.
એવું હવાને દેખાડવા માટે જ ફકત.
તારું ના હોવું એટલે મારા માટે?
મારૂં હોવું જરૂરી પણ નથી
અર્થપૂર્ણ રીતે સાબિત કરી શકું
એવા એક મોકાની તલાશ કરૂં છું
પણ તારું ના હોવું એટલે!!
ઝંખનાની અટારીએ મધરાત સુધી
એકલતા ઓઢેલી મૌન ચુડેલનું
મારા સિવાઇ કોઇને સંભળાઇ નહીં
એ રીતે ભારે પગે ટહેલતું રહેવું
પગરવનાં મૌનને કવિનો આત્માં જિલી શકે છે
તારી ગેરહાજરીમાં મારો આત્માં શીખી શક્યો છે
(નરેશ કે.ડૉડીયા)