દિવસ અને રાતના સમન્વયે,
જેની સાથે લીધેલી ચાની ચુસ્કીઓ આખા દિવસનો થાક ઉતારીદે એ મિત્ર…
હોઠોમાંથી શબ્દો છૂટે એ પેલા જ,
આપણા કપાળ પરની કરચલીઓ જોઈને જે પરિસ્થિતિ સમજી જાય એ મિત્ર…
વૈભવના ભાર નીચે દબાયેલા શ્રીકૃષ્ણ એ ભલે સુદામા ને સામે ચાલીને યાદ ના કર્યો,
પણ જેની નાનામાં નાની ખુશી પણ આપણી સાથે વહેંચવાથી બમણી થઇ જતી હોય એ મિત્ર,
અડધી રાત્રે પણ ઘરના પાછલાં બારણેથી સરકીને,
તમારા જન્મદિવસની સૌથી પેહલા શુભેચ્છા જે પાઠવે એ મિત્ર…
આપણી સૌપ્રથમ સેલરી નો એકે એક રૂપિયો પોતાનો સમજીને ખર્ચી નાખે,
પણ જરૂર પડ્યે પોતાની પાસેની એકે એક કોડીઓ જોડીને પણ આપણી મદદ કરે એ મિત્ર,
“જો કાઇનાં સૂઝે તો સુઈ જવાનું” અને “ખોટું લાગ્યું હોય તો બે રોટલી વધારે ખાવાની”,
આવી અટપટી સલાહ જે આપેએઅદ્દભુત વ્યક્તિએટલે મિત્ર…
દિલ તૂટે ત્યારે મરહમ જે લગાવે,
અને સમય વીત્યે એ જ વાત પર આપણી ઠેકડી ઉડાડીને પોતે હસતો જાય અને હસાવતો જાય એ મિત્ર…
કહેવાય છે કે “દુનિયા નો છેડો તે ઘર”,
પણ જયારે ઘરનો છેડો ના જડે અને જે એકમાત્ર વ્યક્તિ યાદ આવે એ મિત્ર…
સૌ કરતા વધારે વિશ્વાસ આપણામાં જેને હોય,
અને જે પોતે હારીને પણ તમને જીતાડે એ મિત્ર…
જેનું વર્ણન કરતા શબ્દો ખૂટી જાય ત્યારે એટલું જ કહી શકાય કે,
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર..
– દિશા શાહ