જિંદગી તારા માં ભરમાઈ ગયો હૂં….
સુખ બતાવી દુઃખ માં જકડાઈ ગયો હું…
રમત આ કેવી એ ન સમજી શક્યો હું….
હું તો તારી વાતો માં ભરમાઈ ગયો હું….
જોઈ દિવાસ્વપ્નો આજે ક્યાંક ખોવાઈ ગયો હું…
શું છે, આ જિંદગી સમજવામાં ….
મૃતયુ સમીપ ચાલ્યો ગયો હું….
જિંદગી ની સમજ ન મળી પણ…
મુતયુ શું છે એ સમજી ગયો હું….
જિંદગી છે એક ભ્રામક સમજી ગયો હું….
મૃતયુ છે એક હકીકત સમજી ગયો હું….
છતાંપણ, એ જિંન્દગી તારામાં ભરમાઈ ગયો હું….
છેતરાઈ ગયો હું એ જિંદગી તારા માં…..
~ હેતલ જોષી